રાધા વગર તો કૃષ્ણ નામ પણ શક્ય નથી. કૃષ્ણનું નામ લેવા માટે સૌ પ્રથમ રાધાને સ્થાન આપવું પડે છે. રાધાનું નામ પહેલાં આવે છે પછી જ કૃષ્ણનું નામ લઈ શકાય છે. કારણકે "શ્રી" એટલે રાધા. રાધા વગર કૃષ્ણ શક્ય જ નથી. આમ પણ રાધા કૃષ્ણમાં એટલી હદે એક લીન છે કે તે અલગ છે જ નહી જેથી તેનો ઉલ્લેખ અલગ કરવો તે પણ પવિત્ર પ્રેમના અપમાન સમાન વાત છે. એક બીજાથી અલગ હોય તો કહી શકાય. અહીં તો બન્ને એક જ છે, એટલે કે રાધા તો કૃષ્ણમય છે. તે તો કૃષ્ણના રૂહમાં સમાયેલ છે, તો આપણા જેવા પામર વ્યક્તિઓ કેમ અલગ વિશે વિચાર પણ કરી શકીએ ? રાધા વગર તો કૃષ્ણની વાત કરવી પણ અશક્ય છે.
કૃષ્ણ માટે રાધા એટલે તેનો શ્વાસ છે, નિસ્વાર્થ લાગણી છતાં પણ પ્રેમમાં કોઈ માંગણી નહી, અને પીડાનું પૂર્ણરૂપે ભાગીદાર અને હરહંમેશ કૃષ્ણમાં તલ્લીન ,કૃષ્ણ માટે જ જીવતી, તેનો એક શ્વાસ કૃષ્ણમય છે, તેની એક એક પલ એટલે કૃષ્ણ. તેમ છતાં બન્ને હંમેશ એકબીજાને માટેની તલ્લપ છતાં પણ એક બીજાને ઝંખતા રહ્યા. એટલે તો કૃષ્ણ કહે છે કે, તું એક સંપુર્ણ સ્ત્રી છો જેને મને પૂર્ણપુરષોત્તમ બનાવ્યો.
એક મિનીટ માટે પણ આંખો બંધ કરીને વિચારો જોઈએ, આટલો પવિત્ર, નિસ્વાર્થ, નિર્મલ, શુદ્ધ પ્રેમ જ્યાં હોય તે રાધાકૃષ્ણ અલગ કેવી રીતે હોઈ શકે ?
લી. કલ્પેશ ઉમરેટીયા
Very Good Brother
ReplyDeleteYou are writing awesome book.
Keep Continue and avoid disturbance.
kharekhar tame adbhut cho...��������
ReplyDelete