Wednesday, 7 February 2018

રાધે ક્રિષ્ના પ્રેમની અદ્ભુત બુક


રાધાકૃષ્ણના પ્રેમ પર લખવા બેસીએ તો જીવન ટુકું પડે. રાધાકૃષ્ણનો પ્રેમ ગહન પરંતુ અવર્ણનીય છે, મૌન તરંગોનો મેળાપ છે, એકબીજામાં સમાયેલો શ્રૃંગારથી તરબોળ છતાં પણ પવિત્રગંગા જેવો શુદ્ધ છે, બન્નેના મનનાં ઊંડા મહાસાગરમાં પરિણય પામતાં દિવ્ય મોતીરૂપી માળા છે, ફુલ જેવો કોમળ પારસ્પરિક ભાવ છે, પૂર્ણ સમર્પણ છે તે પણ પૂર્ણ સૂર્ય જેવું, જેમ સૂર્ય પોતે પ્રકાશ આપતાં આપતાં જ પોતે જ પ્રકાશ બની જાય છે, એમ એકબીજાના વિરહમાં પણ દુઃખ અહેસાસને જાણી લીધો છે, રાધાનો કૃષ્ણ માટે અને કૃષ્ણનો રાધા માટે પ્રેમ એટલે એક એવી પવિત્ર પ્રાર્થના છે કે જે આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ, છતાં પણ આ ભાવ સાથે ભક્તિ કરી શકતા નથી. પરંતુ પ્રભુ સુધી આપણી પ્રાર્થના પહોચાડવામાં ક્યાંય આપણું સમર્પણ,પ્રેમ, વિશ્વાસ બહુ કાચા છે.

લી. કલ્પેશ ઉમરેટીયા









1 comment: