Thursday, 8 February 2018

કુંવારો પ્રેમ

આપણને દુઃખ મુક્ત કરનારી મહાન ઔષિધી પ્રેમ છે અને તે સ્વસ્થતાનું ઉમદા સ્વરૂપ હોવાથી શાંતિદાયક છે, એ વાતનું જ્ઞાન આપણને ક્યારે થશે, જ્યાં પ્રેમસામ્રાજ્ય સ્થપાયેલું હોય ત્યાં જરાપણ અસ્વસ્થતા રહેતી નથી. પ્રેમ એ સ્વસ્થતા, શાંતિ અને સુખનું સ્વરૂપજ છે. પ્રેમ એ મહાન શિક્ષક, ઉત્તમોત્તમ સુખદાતા અને સાચો શાંતિ સ્થાપક છે. વૈરભાવ, દ્વેષ તથા સઘળી પાશવવૃત્તિઓનો એ ઉત્તમ ઈલાજ છે. ગરમી વડે જેમ બરફ પીગળે છે તેમ માયાળુપણાથી ક્રૂરતા પીગળે છે અને ખરાબ વૃત્તિઓ નાશ પામે છે. તેથી પ્રેમથી સામે આસુરીવૃતિ હોય કે સમાજે લીધેલ કઠિન પરીક્ષા દરેકની હાર છે. પ્રેમની પરીક્ષા એટલે ભરોસાનો અભાવ. તો ચાલો સૌ સાથે મળીને હરીને પ્રેમથી બોલીએ જય શ્રી રાધે કૃષ્ણ

જય શ્રી રાધે કૃષ્ણ

Wednesday, 7 February 2018

રાધે ક્રિષ્ના પ્રેમની અદ્ભુત બુક

રાધાકૃષ્ણના પ્રેમ પર લખવા બેસીએ તો જીવન ટુકું પડે. રાધાકૃષ્ણનો પ્રેમ ગહન પરંતુ અવર્ણનીય છે, મૌન તરંગોનો મેળાપ છે, એકબીજામાં સમાયેલો શ્રૃંગારથી તરબોળ છતાં પણ પવિત્રગંગા જેવો શુદ્ધ છે, બન્નેના મનનાં ઊંડા મહાસાગરમાં પરિણય પામતાં દિવ્ય મોતીરૂપી માળા છે, ફુલ જેવો કોમળ પારસ્પરિક ભાવ છે, પૂર્ણ સમર્પણ છે તે પણ પૂર્ણ સૂર્ય જેવું, જેમ સૂર્ય પોતે પ્રકાશ આપતાં આપતાં જ પોતે જ પ્રકાશ બની જાય છે, એમ એકબીજાના વિરહમાં પણ દુઃખ અહેસાસને જાણી લીધો છે, રાધાનો કૃષ્ણ માટે અને કૃષ્ણનો રાધા માટે પ્રેમ એટલે એક એવી પવિત્ર પ્રાર્થના છે કે જે આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ, છતાં પણ આ ભાવ સાથે ભક્તિ કરી શકતા નથી. પરંતુ પ્રભુ સુધી આપણી પ્રાર્થના પહોચાડવામાં ક્યાંય આપણું સમર્પણ,પ્રેમ, વિશ્વાસ બહુ કાચા છે.

લી. કલ્પેશ ઉમરેટીયા

Tuesday, 6 February 2018

કુવારો પ્રેમ

રાધા વગર તો કૃષ્ણ નામ પણ શક્ય નથી. કૃષ્ણનું નામ લેવા માટે સૌ પ્રથમ રાધાને સ્થાન આપવું પડે છે. રાધાનું નામ પહેલાં આવે છે પછી જ કૃષ્ણનું નામ લઈ શકાય છે. કારણકે "શ્રી" એટલે રાધા. રાધા વગર કૃષ્ણ શક્ય જ નથી. આમ પણ રાધા કૃષ્ણમાં એટલી હદે એક લીન છે કે તે અલગ છે જ નહી જેથી તેનો ઉલ્લેખ અલગ કરવો તે પણ પવિત્ર પ્રેમના અપમાન સમાન વાત છે. એક બીજાથી અલગ હોય તો કહી શકાય. અહીં તો બન્ને એક જ છે, એટલે કે રાધા તો કૃષ્ણમય છે. તે તો કૃષ્ણના રૂહમાં સમાયેલ છે, તો આપણા જેવા પામર વ્યક્તિઓ કેમ અલગ વિશે વિચાર પણ કરી શકીએ ? રાધા વગર તો કૃષ્ણની વાત કરવી પણ અશક્ય છે.
કૃષ્ણ માટે રાધા એટલે તેનો શ્વાસ છે, નિસ્વાર્થ લાગણી છતાં પણ પ્રેમમાં કોઈ માંગણી નહી, અને પીડાનું પૂર્ણરૂપે ભાગીદાર અને હરહંમેશ કૃષ્ણમાં તલ્લીન ,કૃષ્ણ માટે જ જીવતી, તેનો એક શ્વાસ કૃષ્ણમય છે, તેની એક એક પલ એટલે કૃષ્ણ. તેમ છતાં બન્ને હંમેશ એકબીજાને માટેની તલ્લપ છતાં પણ એક બીજાને ઝંખતા રહ્યા. એટલે તો કૃષ્ણ કહે છે કે, તું એક સંપુર્ણ સ્ત્રી છો જેને મને પૂર્ણપુરષોત્તમ બનાવ્યો.
એક મિનીટ માટે પણ આંખો બંધ કરીને વિચારો જોઈએ, આટલો પવિત્ર, નિસ્વાર્થ, નિર્મલ, શુદ્ધ પ્રેમ જ્યાં હોય તે રાધાકૃષ્ણ અલગ કેવી રીતે હોઈ શકે ?